Saturday, 28 February 2015

Modi Sarkar's Bu"JET" 2015

BU "JET" 2015
Illustrated by :- Milan Nayak

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીએ નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬નું મોદી સરકારનું પ્રથમ પૂર્ણ કક્ષાનું સામાન્ય બજેટ રજૂ કરતાં તમામ રાજ્ય અને બિઝનેસને સ્પર્શતી એક મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે  ૧ એપ્રિલ, ર૦૧૬થી સમગ્ર દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવામાં આવશે. નાણાં પ્રધાન જેટલીએ કર્મચારીઓને નિરાશ કરતાં જણાવ્યું હતું કે આવકવેરા મુકિત મર્યાદામાં કોઇ ફેરફાર કરાશે નહીં. ઇન્કમટેક્સના સ્લેબ પણ યથાવત રહેશે અને આવકવેરા મુકિતમર્યાદાની રાહતો પણ યથાવત રહેશે. જ્યારે કોર્પોરેટ ટેક્સ દર ચાર વર્ષમાં ૩૦ ટકાથી ઘટાડીને રપ ટકા કરવાની જાહેરાત કરી હતી. તમાકુ અને સિગારેટની એકસાઇઝ ડયૂટી વધારાશે. જેના પગલે તમાકુ અને સિગારેટ મોંઘા થશે. જ્યારે સર્વિસ ટેક્સ વધારીને ૧૪ ટકા કરાશે.

- ઇન્કમટેક્સના દરમાં કોઇ ફેરફાર નહીં.
- વેલ્થ ટેક્સ નાબૂદ કરાયોઃ સુપર રિચ પર બે ટકા સરચાર્જ
- કોર્પોરેટ ટેક્સ દર ૩૦ ટકાથી ઘટાડી રપ ટકા કરવાની દરખાસ્ત
- કોર્પોરેટ ટેક્સ ચાર વર્ષમાં ઘટાડવામાં આવશે.
- એક લાખની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત
- ૧ એપ્રિલ ર૦૧૬થી સમગ્ર દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ
- દેશમાં પાંચ કિ.મી.ની અંદર પ્રત્યેક બાળક માટે સિનિયર સેકન્ડરી સ્કૂલ બનાવવામાં આવશે.
- ૮૦,૦૦૦ સિનિયર સેકન્ડરી સ્કૂલને અપગ્રેડ કરાશે.
- ર૦૧પ-૧૬માં જીડીપીનો અપેિક્ષત ૮થી ૮.પ ટકા રહેશે.
- ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)નો સેબીમાં વિલય કરાશે.
- ગોલ્ડ એકાઉન્ટમાં સોનું રાખવાથી તેના પર વ્યાજ પણ મળશે.
- ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત
- અશોક ચક્રવાળા સોનાના સિક્કા બહાર પાડવામાં આવશે.
- પાટણની રાણકી વાવને ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવાશે.
- નાણાં પર લગામ મૂકવા રોકડ ટ્રાન્ઝેકશનનો ઘટાડો કરવામાં આવશે.
- સરકારનું લક્ષ્ય છ કરોડ શૌચાલય નિર્માણ કરવાનું છે.
- શહેરી ગરીબોને આવાસો પૂરા પાડવા રૂ.બે કરોડ અને ગામડાના ગરીબો માટે ચાર કરોડ આવાસોનું નિર્માણ કરાશે.
- રૂરલ ક્રેડિટ ફંડ માટે રૂ.૧પ,૦૦૦ કરોડ ફાળવવામાં આવશે.
- પ્રત્યેક ગામ અને શહેરને સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવામાં આવશે.
- ઇલે. કાર માટે રૂ.૭પ કરોડની ફાળવણી.
- કર્ણાટકમાં આઇઆઇટી અને જમ્મુમાં આઇઆઇએમની સ્થાપના કરવામાં આવશે.
- ૭.પ લાખ કિલોમીટર નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બિછાવાશે.
- લઘુમતી યુવાનોને નઇ મંજિલ યોજના હેઠળ રોજગાર અપાશે.
- બંદરોને પોતાની કંપની બનાવવાની છૂટ આપવામાં આવશે.
- કર્મચારીઓને ઇપીએફ કે એનપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
- આગામી વર્ષે અમે પગાર પંચની ભલામણોનો અમલ કરાશે.
- સિનિયર સિટીઝન માટે માર્ચમાં પીપીએફ સ્કીમ જાહેર કરવાની જાહેરાત

No comments:

Post a Comment